માણસા નપા ચૂંટણી તથા આમજા તા.પં. ચૂંટણીની તૈયારીઓની જિલ્લા કલેકટરે કરી સમીક્ષા
આગામી સમયમાં યોજાનાર માણસા નગરપાલિકાની ચૂંટણી 2025 તથા આમજા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા સ્થળ મુલાકાત યોજવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા માણસા નગરપાલિકા સામાન્ય ચૂંટણી તેમજ આમજા તાલુકા પંચાયત સીટ પેટા ચૂંટણી સંદર્ભે માણસા કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ, રીસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર અને કાઉન્ટિંગ હોલની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કલોલ અને મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર માણસા પણ હાજર રહી મતદાન મથક ની મુલાકાત લીધી હતી. ઉપરાંત કલેકટર ગાંધીનગર તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ કે દવે દ્વારા ચૂંટણી સંદર્ભે જોડાયેલ અન્ય વ્યવસ્થાઓ જેવી કે મતદાન મથકે આપવાની થતી સામગ્રી માટેની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ તેમજ માણસા નગરપાલિકા મમાં ચૂંટણી સંદર્ભે જોડાયેલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.