ગાંધીનગર

Gandhinagar: વસંતોત્સવ 2025નો શાનદાર અને ભવ્ય પ્રારંભ

૨૯ વર્ષથી કલાકારોને મંચ અને કલારસિકોને મનોરંજન પુરુ પાડતો અનોખો અવસર એટલે ‘વસંતોત્સવ’નો આજથી એટલે કે ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫થી દસ દિવસીય શુભારંભ થયો છે. રાજ્યના પાટનગર એવા ગાંધીનગર ખાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વસંતના વધામણાનો અનોખો ‘વસંતોત્સવ’ નાચ-ગાન અને આનંદ- ઉત્સાહની છોળો ઉડાડે છે. પાટનગરની સુસંસ્કૃત પ્રજા સંસ્કૃતિને પોખનારી છે. એટલે જ ગાંધીનગરના આંગણે વર્ષ-૧૯૯૬માં સંસ્કૃતિ કુંજનું નિર્માણ થયું છે. છેલ્લા બે દાયકાથી રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા સંસ્કૃતિ કુંજમાં યોજાતો વસંતોત્સવ સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બની ગયો છે.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વસંતોત્સવનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે,વસંતોત્સવ નું પ્રાકૃતિક સૌંદર્ય અને ગરિમા જળવાઈ રહે, તે માટે અહીં આવનાર દરેક વ્યક્તિ સ્વચ્છતા જાળવવા અને જ્યાં ત્યાં કચરો ન ફેકવા વિનંતી છે. સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે,વસંતોત્સવની અમદાવાદ અને ગાંધીનગર લોકો રાહ જોતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે, અને વિવિધ રાજ્યમાંથી પોતાની કલા પ્રદર્શિત કરવા આવેલા કલાકારોની કલાને બિરદાવતા હોય છે. સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા આયોજિત આ વસંતોત્સવ 2025 ના પ્રથમ દિવસે હજારો મુલાકાતીઓ અને કલા રસિકોએ ઉત્સવનો આનંદ માણ્યો હતો.
ગાંધીનગર જિલ્લાની ઓળખ સમા એવા આ લોકોત્સવના શુભારંભ પ્રસંગે અગ્ર સચિવ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્યના, એમ. થેન્નારસન, કમિશનરશ્રી યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, આલોક કુમાર પાંડે, મેયર શ્રી ગાંધીનગર, મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ઇન્ટેલિજન બ્યુરો એસ.પી શ્રી હરેશ દુધાત સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x