પાલનપુરમાં ACBની મોટી કાર્યવાહી, 3 લાખની લાંચ લેતા બે અધિકારીઓ ઝડપાયા
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ પાલનપુરમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં દરોડા પાડીને બે સરકારી અધિકારીઓને 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તેના મિત્રના બે પ્લોટમાં બાંધકામ માટે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા નાયબ કલેક્ટર અંકિતાબેન ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઈમરાનખાન નાગોરી દ્વારા 3 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. એસીબીએ ખાતરી કર્યા બાદ 25 ફેબ્રુઆરીના રોજ ટ્રેપ ગોઠવી હતી.
ટ્રેપ દરમિયાન ઈમરાનખાન નાગોરીએ લાંચની રકમ સ્વીકારી અને અંકિતાબેન ઓઝાને સોંપી હતી, ત્યારબાદ તરત જ ACBએ બંનેની ધરપકડ કરી હતી. આ ઓપરેશન ફિલ્ડ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ચાવડાની આગેવાની હેઠળ અને મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. એસીબીએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ લાંચ માંગે તો તરત જ એસીબીનો સંપર્ક કરે.