રાજકોટ નજીક ભયાનક અકસ્માત: 6 લોકોના કમકમાટીભર્યા મોત
રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જેમાં 2 યુવતીઓ અને 7 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ તરફથી આવી રહેલી એક ટ્રકે માલિયાસણ નજીક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
જેના કારણે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને 1 વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ હાઇવે પર 10 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.