ગાંધીનગર ખાતે યોજાયેલી 13 વિવિધ સ્પર્ધાઓમાં ગુજરાતમાંથી 730 બાળકોએ ભાગ લીધો
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પ્રેરીત જિલ્લા યુવા વિકાસ અધિકારી ગાંધીનગર સંચાલિત ગુજરાત રાજ્ય બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન, તા.10 માર્ચ, 2025 ના રોજ ટાઉનહોલ સેક્ટર 17 ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં 13 જેટલી જુદી જુદી સ્પર્ધાઓ લોકનૃત્ય, સમૂહ ગીત, લગ્ન ગીત, ભજન, લોકગીત, દુહા, છંદ, ચોપાઈ ,લોકવાર્તા ,વકૃત્વ સ્પર્ધા, એક પાત્રિય અભિનય, સર્જનાત્મક કારીગીરી, ચિત્રકલા, નિબંધ લેખન જેવી સ્પર્ધાઓમાં સમગ્ર ગુજરાત માંથી 730 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શ્રી નિલેશ પંડ્યા રજીસ્ટ્રાર ચિલ્ડ્રન યુનિવર્સિટી, શ્રી પિયુષ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગાંધીનગર, શ્રી સાઈ જીગ્નેશ પટેલ યુથ બોર્ડ અધિકારી, શ્રી મહેન્દ્ર પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ચિલ્ડ્રન યુનિવર્સિટી ઉપસ્થિત રહી બાળકોની કલાને બિરદાવી હતી.