ભારતની મોટી સફળતા: સ્વદેશી ટૂંકી રેન્જની મિસાઇલનું ઓડિશામાં પરીક્ષણ સફળ
Manzil News
0 Comments
Chandipur, Defence Technology, Defense Research and Development Organisation, DRDO, India, Indian Navy, Indigenous Missile, Make in India, Maritime Security, Missile Test, Short-Range Missile, Surface-to-Air Missile, Vertical Launched Missile, VLSRSAM
Post Views: 8
નવી દિલ્હી: ભારતીય નૌકાદળની સુરક્ષા કવચને વધુ અભેદ્ય બનાવવાના દિશામાં એક મોટી સફળતા મળી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન અને ભારતીય નૌકાદળે સંયુક્ત રીતે સ્વદેશી રીતે વિકસાવેલી વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે બુધવારે બપોરે લગભગ 12:00 વાગ્યે કરવામાં આવ્યું હતું.
રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ પરીક્ષણ જમીન પર આધારિત વર્ટિકલ લોન્ચરનો ઉપયોગ કરીને અત્યંત નજીકની રેન્જ અને ઓછી ઊંચાઈ પર રહેલા ઝડપી ગતિના હવાઈ લક્ષ્ય સામે કરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણ એ સાબિત કરે છે કે આ સ્વદેશી રીતે નિર્મિત મિસાઇલ સિસ્ટમ નીચી ઊંચાઈ પરના ખતરાઓને પહોંચી વળવા માટે સક્ષમ છે, જે દેશની દરિયાઈ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.