ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 17 શ્રમિકોના કરૂણ મોત
બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. પ્રચંડ બ્લાસ્ટના કારણે ફેક્ટરીનું ગોડાઉન ધરાશાયી થયું હતું અને 17 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે શ્રમિકોના અંગો દૂર સુધી ફેલાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. કલેક્ટરના જણાવ્યા અનુસાર, વિસ્ફોટથી ફેક્ટરીનો સ્લેબ તૂટી પડ્યો હતો. 200 મીટર સુધી કાટમાળ ફેલાયો હતો. વધુ તપાસ ચાલુ છે.