ગાંધીનગર

ચિલોડામાં વાહન લાવ્યા વિના જ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું કૌભાંડ બહાર આવ્યું

ગાંધીનગરના ચિલોડામાં એક મોટા બોગસ વાહન ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. એસ.એસ. સ્ટોન ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરમાં આ કૌભાંડ ચાલતું હતું, જ્યાં વાહનોને સેન્ટર પર લાવ્યા વિના જ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. એક અકસ્માત બાદ આરટીઓ અધિકારીની તપાસમાં આ સમગ્ર મામલો બહાર આવ્યો છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા આ ફિટનેસ સેન્ટરે ૬૬૯ વાહનોને સેન્ટર પર લાવ્યા વિના જ ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધા હતા, જ્યારે ૧૧૨૬ વાહનોની કેમેરા સામે તપાસ કરવામાં આવી હતી. કૌભાંડીઓ જૂના વાહનોના ફોટા મોર્ફ કરીને નાણાં ઉઘરાવી સર્ટિફિકેટ આપતા હતા. આ સર્ટિફિકેટ આપેલા વાહનો અંગે સેન્ટર પાસે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી. આરટીઓએ આ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડ મામલે ફરિયાદ નોંધી છે, જેમાં વાહનચાલકો પાસેથી રૂપિયા ૭.૩૬ લાખ ઉઘરાવી લીધાનું સામે આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x