ગાંધીનગર

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રૂપાલમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

આંતરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ ઉજવણીના ભાગરૂપે વરદાયીની માતાજી સંસ્થાન, રૂપાલ ખાતે સફાઇ ક્રાર્યક્રમ યોજાવામાં આવ્યો. ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ની સ્થાપના દિન નિમિત્તે રૂપાલમાં સફાઈ ક્રાર્યક્રમ યોજાવામાં આવ્યો. જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગાંધીનગરની કચેરી દ્વારા આંતરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ના ઉજવણીના ભાગરૂપે ગુજરાતના સ્થાપના દિવસ ૧ મે ૨૦૨૫ના રોજ વરદાયીની માતાજી સંસ્થાન, રૂપાલ ખાતે સ્વચ્છતા અભિયાન-અંતર્ગત મંદિર પરિસરમાં સફાઇનો કાર્યક્રમ રાજય રજિસ્ટ્રાર શ્રી નિલશે ઉપાધ્યાય, સહકારી મંડળીઓ,

ગુજરાત રાજય ગાંધીનગરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ અવસરે શ્રી આર.ડી.ત્રિવેદી, સંયુકત રજિસ્ટ્રારશ્રી (ઓડીટ), સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિ., અમદાવાદ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., ગામની સેવા સહકારી મંડળી તથા દૂધ ઉત્પાદક મંડળીના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના હોદ્દેદારો તેમજ ગ્રામજનો હાજર રહી સફાઇ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મંદિર પરિસરમાંથી આશરે ૬ થી ૭ કિલોગ્રામ નો ઘન આપ્યો કચરો એકઠો કરી,ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન વાહનમાં આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાહનમાં IPCની ઝીંગલ પણ પ્રસારિત કરી, સહકારથી સ્વચ્છતાની વિભાવનાને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x