ગુજરાત

ગુજરાતમાં ચોમાસાનું આગમન: ૧૩ જૂનથી દક્ષિણ ગુજરાતમાં શરૂઆત, સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સુન

અમદાવાદ: ગુજરાતમાં ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. કેટલાક રાજ્યોમાં ચોમાસું આવી ગયું છે, અને ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું સક્રિય થશે. ખાસ કરીને, ૧૩મી જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે, ત્યારબાદ તે રાજ્યના અન્ય ભાગોમાં આગળ વધશે.

આગામી સપ્તાહથી રાજ્યમાં વરસાદની સંભાવના છે, અને ૧૬મી જૂન પછી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિ-મોન્સુનનો વરસાદ પણ શરૂ થવાની શક્યતા છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, ૧૩મી જૂને ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ભાવનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, દાહોદ, પંચમહાલ, તાપી અને ડાંગ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. ૧૪મી જૂને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત જિલ્લામાં જુદા જુદા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *