ગુજરાત

રોટરી ક્લબ મોડાસાને નવા પ્રમુખ કમલેશભાઈ પટેલ મળ્યા, સેવાકીય પ્રોજેક્ટ્સની જાહેરાત

મોડાસા: રોટરી ક્લબ મોડાસાની નવી કારોબારીની શપથવિધિ ગ્રાન્ડ સર્વોત્તમ હોટલ ખાતે યોજાઈ હતી, જેમાં કમલેશભાઈ પટેલને નવા પ્રમુખ તરીકે અને સુનીલ પંચાલને સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે. આ કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર, ડિસ્ટ્રીક્ટ ૩૦૫૫ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર સ્થપતિ નિગમભાઈ ચૌધરી અને વાઈસ ગવર્નર નિમેશભાઈ રવાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો. મહેશ પટેલને ખજાનચી તરીકે પસંદ કરાયા છે.

મોડાસાના જાણીતા બિલ્ડર, એન્જિનિયર, નાગરિક બેંકના ચેરમેન, અનેક સેવાકીય સંસ્થાના અગ્રણી એવા કમલેશભાઈ પટેલે ચાલુ વર્ષે ‘અંતિમ વિસામો’ અને ‘અસ્થિબેંક’ જેવા પરમેનન્ટ પ્રોજેક્ટ્સ, કેન્સર અવેરનેસ, ટોબેકો મુક્ત અભિયાન, મેમ્બરશીપ ગ્રોથ, યુથ અવેરનેસ, અને જિલ્લાના વિકાસ માટે કામ કરવાની જાહેરાત કરી હતી. તેમણે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને બહેરા-મૂંગા બાળકો માટે નવીન છાત્રાલય બનાવવાના પ્રોજેક્ટ્સ પણ ઘોષિત કર્યા. આ સમારંભમાં અરવલ્લી જિલ્લા અને મોડાસાની કોલેજોના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *