માણસામાં દિનદયાલ શાક માર્કેટમાંથી છ જુગારી ઝડપાયા, ₹17920નો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર: માણસા પોલીસે દિનદયાલ શાક માર્કેટ નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડી એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹17920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માણસા પોલીસે પકડેલા આરોપીઓમાં (૧) અજીતસિંહ નાથુજી ચાવડા, (૨) કિશનજી ડાહાજી ઠાકોર, (૩) નરેશકુમાર ધનશ્યામભાઈ સિંધી, (૪) પૃથ્વી પંકજભાઈ વાઘેલા, (૫) જયેશજી મનુભાઈ ઠાકોર, અને (૬) અંકિત અમરતભાઈ રાવળનો સમાવેશ થાય છે.
જાહેરમાં જુગાર રમી કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારા આ શખ્સો સામે માણસા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર પોલીસે આ અંગે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી શેર કરી છે, જેમાં પકડાયેલા આરોપીઓનો ફોટો પણ જોવા મળે છે. આ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.