જિલ્લા રોજગાર કચેરી દ્વારા ગાંધીનગર ખાતે 30-06-2025 સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ યોજાશે
જિલ્લા રોજગારી કચેરી દ્વારા ગાંધીનગર ખાતે તા-30-06-2025 સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ અંતર્ગત આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્કરીદળો, પેરા મિલેટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વિગેરેમાં જોડાવવા માંગતા ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા માટેની ઘનિષ્ઠ તાલીમ આપવા માટે જીલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા 30 દિવસીય નિશુલ્ક નિવાસી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ
આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્કરીદળો,પેરા મિલેટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વિગેરેની જગ્યાઓ માટે નિયત કરેલ શારીરિક યોગ્યતા તથા શૈક્ષણિક લાયકાત ધરાવતા ૧૭ ૧/૨ વર્ષ થી ૨૧ વર્ષ ના અપરિણીત યુવાનોને શારીરિક/માનસિક ક્ષમતા તથા લેખિત પરીક્ષા માટે ઘનિષ્ઠ નિશુલ્ક તાલીમ રહેવા જમવાની સુવિધા સાથે આપવામાં આવશે. ઉમેદવાર દીઠ દૈનિક ૧૦૦/-લેખે સ્ટાઇપેન્ડ તાલીમ પૂર્ણ થયા બાદ હાજર રહેલ દિવસો ના આધારે ચૂકવવામાં આવશે.
ઉક્ત તાલીમમાં ઉમેદવારી નોંધાવવા માટે રોજગાર કચેરીના કામકાજના દિવસોમાં તા.૩૦/૦૬/૨૦૨૫ સાંજના ૦૫-૦૦ વાગ્યા સુધીમાં શૈક્ષણિક લાયકાત ના પ્રામાણપત્રો, આધારકાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ફોટો આઈડેન્ટી પ્રૂફ, જાતિનો દાખલા ની નકલો સાથે જીલ્લા રોજગાર કચેરી “સી”વિંગ, પહેલો માળ સહયોગ સંકુલ, પથીકાશ્રમની બાજુમાં, સિવિલ હોસ્પિટલની સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર. ખાતે રુબરુ હાજર રહી નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. તથા વધુ જાણકારી માટે વેબસાઇટ:www.employment.gujarat.gov.in
ઇમેઇલ:ડી-gnr@gujarat.gov.in પર સંપર્ક કરવો રહેશે