ગાંધીનગર

કોબા ભાજપ કાર્યાલય પાસે શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટમાં ભેખડ પડતાં ત્રણ મજુર દટાયા, બે નાં મોત થયા

ગાંધીનગર :

ગાંધીનગરના કોબા ભાજપ કાર્યાલય (કમલમ) પાસે બાંધકામ થઇ રહેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટ પર આજરોજ ભેખડ ધસી પડવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ત્રણ મજૂર દટાઈ ગયા હતા, જેમાં રાજસ્થાનના ડુંગરપુરના 30 વર્ષિય અજય પરમારનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે ગાંધીનગર પોલીસ કંટ્રોલના હેડ કોન્સ્ટેબલ દ્વારા સવારે 11:40 વાગ્યે ફાયર કંટ્રોલને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ બે મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટનામાં બે મજૂર ઘાયલ થયા છે. 45 વર્ષિય નટવરભાઈ ડામોર અને 19 વર્ષિય ચિરાગ ડામોર બંનેને તાત્કાલિક સારવાર માટે નાના ચિલોડા સ્થિત અક્ષર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પીટલમા સારવાર દરમ્યાન અન્ય એક મજુર ચિરાગ ડામોર નુ પણ મોત નિપજ્યુ છે.

આ કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડર પ્રકાશ મધુભાઈ પટેલ છે. ફાયરબ્રિગેડની ટીમે બપોરે 1:10 વાગ્યે રેસ્ક્યુ-ઓપરેશન પૂર્ણ કર્યું હતું. સાઈટના સુપરવાઈઝર ચંદ્રેશે જણાવ્યું હતું કે સેફ્ટીનેટ બાંધતી વખતે આ ઘટના ઘટી હતી. ત્રણ લોકો કામ કરતા હતા. તેમાંથી બે લોકોનો બચાવ થયો છે, જ્યારે એકનું મોત થયું છે. આ ત્રણેય મજૂરો રાજસ્થાનના છે. દોઢ મહિનાથી અહીં કામ કરતા હત

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *