ગાંધીનગર

ગાંધીનગરમાં પ્રથમ વરસાદે મનપાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી: મુખ્ય માર્ગો ધોવાયા

ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ જતાં નાગરિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સેક્ટર-૨૭માં આવેલા પોલીસ હેડક્વાર્ટર પાસેનો રોડ ધોવાઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થયો છે. આ ઉપરાંત, મહાત્મા મંદિર અને હોટલ લીલાને જોડતા ‘ખ’ માર્ગ પરના ૬ નંબરના સર્કલ પાસેનો રોડ પણ વરસાદના કારણે ધોવાઈ ગયો છે, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર પરેશાની વેઠવી પડી રહી છે.

શહેરમાં હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યાં મુખ્ય માર્ગોની આવી હાલત થતા મનપાના પ્રિ-મોન્સૂન કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓના સમારકામ હાથ ધરી, નાગરિકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *