અરવલ્લી AAP દ્વારા વિસાવદર જીતની ઉજવણી: “જય ગોપાલ” ના નારા ગુંજી ઉઠ્યા
મોડાસા, અરવલ્લી: ગુજરાત વિધાનસભાની વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ રાજ્યભરમાં ઉજવણીનો માહોલ છે, ત્યારે અરવલ્લી જિલ્લા AAP દ્વારા પણ આ ઐતિહાસિક વિજયની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મોડાસાના ચાર રસ્તા પાસે આવેલા મહાલક્ષ્મી ટાઉનહોલ આગળ પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, અરવલ્લી જિલ્લા AAP પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ પરમાર, માઈનોરીટી પ્રમુખ ઉસ્માન લાલા, કેતનભાઈ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા. તેમણે ગોપાલ ઇટાલિયાની જીતને વધાવી લેતા વિજય સૂત્રોચ્ચાર કર્યા હતા અને “જય ગોપાલ” ના નારા લગાવ્યા હતા. આ જીતને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદ છવાયો હતો. આ ઉજવણી દર્શાવે છે કે AAP ની પકડ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ મજબૂત બની રહી છે.