ahemdabadગુજરાત

ST બસના માસિક પાસ થયા મોંઘા: રોજિંદા મુસાફરોને મોટો ઝટકો

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રોજિંદા બસ મુસાફરોને આર્થિક ફટકો પડ્યો છે. નિગમે માસિક પાસની યોજનામાં ફેરફાર કરીને તેને મોંઘો બનાવ્યો છે. અગાઉ, મુસાફરો ૧૫ દિવસનું ભાડું ચૂકવીને ૩૦ દિવસની મુસાફરી કરી શકતા હતા, અને ૪૫ દિવસના ભાડામાં ૯૦ દિવસની મુસાફરી ઉપલબ્ધ હતી.

નવા સુધારા મુજબ, હવે ૩૦ દિવસની મુસાફરી માટે ૧૮ દિવસનું ભાડું અને ૬૦ દિવસની મુસાફરી માટે ૩૬ દિવસનું ભાડું વસૂલ કરવામાં આવશે. નિગમના સંચાલક મંડળની ૬ જૂન, ૨૦૨૫ના રોજ મળેલી બેઠકમાં ઠરાવ નંબર ૧૦૧૫૦ દ્વારા આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, દૈનિક પ્રવાસીઓ અને અન્ય નિયમિત મુસાફરો પર સીધો આર્થિક બોજ પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *