ગાંધીનગર

સાદરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

ગાંધીનગર તાલુકાની સાદરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં કમિશનર ઑફ ટ્રાન્સપોર્ટ અનુપમ આનંદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડી.બી. વણકર, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આરટીઓ કચેરી ગાંધીનગર, સીઆરસી કોઓર્ડીનેટર, સાદરા પ્રાથમિક શાળાના આચાર્ય, શાળાનો તમામ સ્ટાફ, પદાધિકારીઓ, એસએમસીના સભ્યો, ગ્રામજનો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાદરા પ્રાથમિક શાળાના શિક્ષક ધર્મેન્દ્રભાઈ રાવલે લોક ફાળો એકત્રિત કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો, જે બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રવેશોત્સવ કન્યા કેળવણીના મહત્વ પર ભાર મૂકે છે અને નવા વિદ્યાર્થીઓને શાળામાં આવકારવા માટેનો એક પ્રેરણાદાયક કાર્યક્રમ બની રહ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *