ગાંધીનગર

ક્ડી સર્વ વિશ્વવિધાલયના વિદ્યાર્થીઓ U.S.A ખાતે સમર પ્રોગ્રામ 2025માં ભાગ લેવા માટે ખાસ વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસે

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત ક્ડી સર્વ વિશ્વવિધાલયના વિદ્યાર્થીઓ સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટી (U.S.A) ખાતે સમર પ્રોગ્રામ 2025માં ભાગ લેવા માટે ખાસ વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસે જવા માટે સકળ આયોજન કે.એસ.વી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન દ્વારા કરવામાં આવ્યું છે. કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે આ વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસે જનારા વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા. તથા કે.એસ.વી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષી દ્વારા પણ સહભાગી વિધાર્થીઓને સફળ શૈક્ષણિક યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ડૉ. રિચા મહેતા અને શ્રીમતી સ્નેહલ રામનાથના માર્ગદર્શન અને સહયોગ હેઠળ, આ સહભાગી વિદ્યાર્થીઓ એક પરિવર્તનશીલ શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવ માટે વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *