ગુજરાત

ગુજરાતમાં ચોમાસું મજબૂત બન્યું: ૩૦ જૂનથી ૫ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું હવે તેની પકડ મજબૂત કરી રહ્યું છે. હવામાન વિભાગે આજે ૩૦ જૂનથી લઈને આગામી ૫ જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસશે.

આજે ૩૦ જૂનના રોજ ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આ ઉપરાંત, ૧ જુલાઈના રોજ પણ સમાન વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત રહેશે. ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *