ahemdabadગુજરાત

અમદાવાદ: AMTS બસ અકસ્માત, 68 વર્ષીય વૃદ્ધાનું ઘટના સ્થળે મોત

અમદાવાદના ઠક્કરનગર ચાર રસ્તા પાસે AMTS બસ દ્વારા 68 વર્ષીય વૃદ્ધાને ટક્કર મારવામાં આવી, જેના કારણે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નિપજ્યું હતું. વૃદ્ધા રસ્તો ઓળંગી રહી હતી ત્યારે બસ ચાલકે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધાનું તાત્કાલિક મૃત્યુ થયું. ઘટના બાદ બસ ચાલકે તરત જ બસને સાઇડમાં રોકી અને પોતે જ પોલીસને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો અને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે. ડ્રાઇવરની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હાલ સુધી મૃતક વૃદ્ધાની ઓળખ થઈ શકી નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *