સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કેન્દ્ર સરકારનો સકંજો
કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ અને રાષ્ટ્રવિરોધી વીડિયો કે પોસ્ટ શેર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે નવી પોલિસી લાવવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, ગૃહ મંત્રાલય દ્વારા આવા હેન્ડલ્સને બ્લોક કરવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ, ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિને આ અંગે માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી તત્વો પર નજર રાખવા અને તેમની ઓળખ કરીને કાર્યવાહી કરવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે. ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુ જેવા સક્રિય નફરત ફેલાવનારાઓ પર કાબૂ મેળવવાનો આ નવી પોલિસીનો મુખ્ય હેતુ છે. કેન્દ્ર સરકાર અમેરિકન સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે પણ આ મામલે વાતચીત કરી રહી છે, જેથી પ્લેટફોર્મ પોતે પણ ભારત વિરોધી સામગ્રી અપલોડ ન થાય તે સુનિશ્ચિત કરે.