ગાંધીનગર

તબીબી સંશોધનમાં AIના ઉપયોગ અંગે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે CME યોજાઈ

જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચ એન્ડ ઇનોવેશન કમિટી (IRIC) દ્વારા “AI in Medical Research” વિષય પર કન્ટિન્યુઇંગ મેડિકલ એજ્યુકેશન (CME)નું આયોજન કરવામાં આવ્યું હતું. ડીન અને IRICના અધ્યક્ષ ડૉ. અંકુર ઝાલાવાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, અમદાવાદના ડૉ. ભાર્ગવ દવેએ તબીબી સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે સંશોધન પ્રશ્નોની રચના, સાહિત્ય સમીક્ષા, સંશોધન પ્રસ્તાવ તૈયાર કરવા, સેમ્પલ સાઇઝની ગણતરી, ડેટા વિશ્લેષણ અને સંશોધન લેખન સહિતના વિવિધ તબક્કાઓમાં AI આધારિત સાધનોની ઉપયોગિતા સમજાવી હતી. સાથે જ સંશોધનમાં વૈજ્ઞાનિક ચોકસાઈ, નૈતિકતા અને માહિતીની વિશ્વસનીયતા જાળવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું સંકલન IRICનાં સભ્ય અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મીતા પારેખ તથા સંયોજક અને મેમ્બર સેક્રેટરી ડૉ. અંજલિ મલ્લ દ્વારા કરવામાં આવ્યું હતું. આ CMEમાં વિભાગના વડાઓ, ફેકલ્ટી સભ્યો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ સહિત કુલ ૯૫ સહભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા સહભાગીઓને તબીબી સંશોધનમાં નવીન ટેકનોલોજીના જવાબદારીપૂર્વક ઉપયોગ અંગે ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *