તહેવારોની રજા બાદ ફરીથી ર સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલ
ઓગસ્ટ મહિનાના અંતમાં જન્માષ્ટમીના તહેવારો બાદ ફરી રાષ્ટ્રીયકૃત બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાલથી નાણાંકીય અર્થ વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ સર્જાશે. આગામી તા. ૨ સપ્ટેમ્બરના રોજ કામદાર -કર્મચારી વિરોધી સરકારની નીતિના વિરોધમાં એઆઈબીઈએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યુ છે. દેશના ૧૦કરોડ અધીકારી-કર્મચારીઓ તેમાં જોડાશે કેન્દ્ર સરકાર શ્રમ કાનૂનમાં ઝડપભેર સુધારણા લાવી રહી છે. જે હાલના શ્રમ કાનૂનને નિર્માલ્ય બનાવશે અને મૂડીપતિ ,ઉધોગપતિ તેમજ માલિકોની તરફેણ કરશે.સરકારની નીતિ કામદાર વર્ગ માટે અત્યંત નકારાત્મક અને પડકારજન્ય રહી હોવાનો ગુજરાત બેન્ક વર્કસ યુનીયન દ્વારા આક્ષેપ કરાયો છે.
મજુર કાયદામાં એવો સુધારો કરવાનો છે કે જે માલિકો કામદારોને ઇચ્છે ત્યારે છૂટા કરી શકે. કામદારો અને મજુર મંડળોના અધીકારોને નેસ્ત નાબુદ કરવાની દીશામાં સરકાર ઝડપભેર આગળ વધી રહ્યાનું બેન્ક યુનીયનના મહામંત્રી કે.પી.અંતાણીએ જણાવ્યુ હતુ. વધુમાં ઉમેર્યુ હતુ કે બેંકોમાં ૧૩લાખ કરોડના ડુબત લેણાં (એનપીએ) થઇ ગયા છે. સરકાર બેંકોના નાણાં નહીં ભરનાર ગુન્હેગારને નશ્યત કરવાની બદલે આવા બાકીદારોને વધારે ને વધારે છૂટછાટ આપી રહી છે. ગ્રામીણ બેંકોના ખાનગીકરણનો ફાયદો મજુરોના વિરોધ છતાં સંસદમાં પસાર કરવામાં આવ્યો છે.