ગાંધીનગરગુજરાત

હેલ્મેટ મરજિયાત ના નિર્ણય દ્વારા વિદ્યાર્થીઓ ના વિરોધને દબાવવાનો સરકાર નો પ્રયત્ન

ગાંધીનગર
રાજ્ય સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ધ્યાન ભટકાવવા સરકારે નવું ગતકડુ જાહેર કર્યુ છે. કૃષિ પ્રધાન આર.સી ફળદુએ જણાવ્યુ કે, આજથી રાજ્યના શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવુ મરજિયાત કરવામાં આવ્યુ છે.
સરકાર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જેના કારણે ઘણા લોકોએ રૂપાણી સરકાર ના મહત્વનાં નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા માં થયેલી ગેર રીતી ના મુદ્દે વિદ્યાર્થીઓ ના વિરોધ પ્રદર્શન ને આ નિર્યણ દ્વારા દબાવવાનો પ્રયત્ન ઘનાવી રહ્યા છે.
હેલ્મેટ અંગે રાજ્યમાંથી અનેક રજૂઆત આવી હતી. જે બાદ કેબિનેટમાં આ મામલે મહત્વનો નિર્ણય આપ્યો છે. સરકારની જાહેરાત બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના મહાનગરોમાં હેલ્મેટ પહેરવુ મરજિયાત થયુ છે. ફળદુએ વધુમાં જણાવ્યુ કે, માર્ગ અકસ્માતમાં હેડ ઈન્જરીને કારણે અનેક લોકોના મોત થાય છે. આ કારણોસર હેલ્મેટ ફરજીયાત કરાયું હતુ. આ મામલે જે રીતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતી હતી તે બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, હાઈવે પર હેલ્મેટ ફરજીયાત રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x