રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળ સહિત દેશના કુલ છ રાજ્યોમાં લોકડાઉન લંબાવાયું.

કોલકત્તા:
દેશભરમા કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને જોતા દેશના કુલ રાજ્યો મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, તેલંગાણા, કર્ણાટક બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદી સાથેની બેઠક બાદ આ વાતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી યથાવત રહેશે અને તમામ શૈક્ષણિક સંસ્થા 10 જૂન સુધી બંધ રહેશે. આ સિવાય સીએમ મમતાએ લોકોને ધાર્મિક પરંપરાઓ ઘરોમાં જ કરવાની અપીલ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં અત્યાર સુધી 126 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5નાં મોત થયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x