ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાના નવા 902 કેસ નોંધાયા, અમદાવાદ સુરતનો ST વ્યવહાર બંધ

અમદાવાદ :
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 9 દિવસથી સરેરાશ 700 ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. જો કે આજે એક સાથે 902 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 608 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,70,265 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 3,32,268 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,29,690 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 2578 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 10945 એક્ટિવ કેસ છે. જ્યારે 74 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 10871 સ્ટેબલ છે. 29806 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2057 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 5, ગાંધીનગર કોર્પોરેશનનાં 1, મોરબીનો 1નો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 10 લોકોનાં મોત નિપજ્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x