એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું આવતીકાલે વડાપ્રધાન મોદી કરશે ઈ-લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૪મી ઓક્ટોમ્બર એટલે કે આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એશિયાના સૌથી મોટો રોપ ગિરનાર રોપ વેનું ઈ-લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદીના હસ્તે ઈ-શુભારંભ કરાશે. આ પ્રસંગે રાજ્ય મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ત્યાં ઉપસ્થિત રહેશે. પ્રથમ ટ્રોલીમાં મુખ્યમંત્રી રૂપાણી બેસી અંબાજીના દર્શન કરશે. ટ્રોલીમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ બેસશે.
ઊર્જામંત્રી સૌરભ પટેલ પણ અંબાજીની આરાધના કરશે. સાથે સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહેશે. રોપ-વેને સેન્ટ્રલ ઈલેકટ્રીકલ સર્ટિફિકેટ મળી ગયું છે. રોપ-વેને સેન્ટ્રલ ઈલેકટ્રીકલ સર્ટિફિકેટ મળી ગયું છે. હાલ લોકાર્પણ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ રોપ વેનું અંતર 2.3 કિમી લાંબું છે. તેને બનાવવા માટે 130 કરોડનો ખર્ચે કરવામાં આવ્યો છે. ઉષા બ્રેકો નામની કંપનીએ એશિયોનો સૌથી લાંબો અને મોટો રોપ-વે તૈયાર કર્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેર કરી શકવાની છે.
એક દિવસમાં 8 હજાર લોકોના વહનની ક્ષમતા ધરાવે છે. રોપ – વે પ્રોજેક્ટ માટે કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. ગ્લાસ ફલોરની કેબિનમાં એક સાથે 8 લોકો બેસવાની ક્ષમતા ધરાવે છે. ગિરનાર રોપ વેથી ટુરિઝમને ભારે વેગ મળશે. ગિરનાર રોપ-વે પ્રોજેકટ તૈયાર થઈ ગયો છે. ટ્રોલીંનું તેમજ અન્ય ટેકનિકલ બાબતોનું ચેકિંગ પૂર્ણ થઈ ગયું છે. શરૂઆતમાં, 25-30 કેબિન હશે, જેમાં કેબીન દીઠ 8 લોકોની ક્ષમતા હશે. 2.3 કિ.મી.નું અંતર હવે રોપ-વે દ્વારા માત્ર 7.5 મિનિટમાં આવરી લેવામાં આવશે. આ ઉપરાંત, રોપ-વે ગિરનાર પર્વતની આજુબાજુની લીલીછમ લીલી સુંદરતાનું મનોહર દૃશ્ય પણ પ્રદાન કરશે.