આયુર્વેદને ઓળખો : ડો.પ્રવીણ ખરાડી (એમ.ડી.આયુર્વેદ)
સમગ્ર દેશ અને દુનિયામાં છેલ્લા ૯ મહિનાથી ચાલતી કોરોનાની મહામારી વચ્ચે આયુર્વેદ વિજ્ઞાન / આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ જે આપણને આપણા ઋષિમુનિઓની અમૂલ્ય ભેટ મળેલ છે તેનું મહત્વ આજે આપણને સમજાઈ રહ્યું છે અને તેનો લાભ પણ અનેક વ્યક્તિઓ લઇ રહ્યા છે. છતાં કેટલાક વિઘ્નસંતોષી સંસ્થાઓ તેમજ ઘણા એવા સમુદાય છે જે આ વાતને માનવા માટે તૈયાર નથી તેમજ તેના માટેના પુરાવા માંગતા હોઈ છે. વાત એમની સાચી છે કે આજના આધુનિક યુગમાં પૂરાવાઓનું ખુબ જ મહત્વ છે પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે આયુર્વેદ એ અનાદિ અને શાશ્વત છે. એના માટે કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. આજે જે આયુર્વેદ છે એ વર્ષો પેહલા પણ હતું અને ભવિષ્યમાં પણ એજ રેહવાનું છે. આમ છતાં આયુર્વેદમાં એવા ઘણા બધા રિસેર્ચ આજે પણ થઇ રહ્યા છે જે આવનારા સમયમાં આપણી સામે હશે. પરંતુ દુઃખની વાત એ છે કે તેમને પોતાને પણ આ વાતનો ખ્યાલ જ છે પરંતુ પોતાના અહંકારને કારણે કદાચ તેમનું આ પ્રકારનું વલણ અપનાવી રહ્યા હશે એવું મારુ માનવું છે. પરંતુ દરેક શાસ્ત્ર કે વિજ્ઞાનની અમુક મર્યાદાઓ હોઈ છે. દરેક શાસ્ત્ર કે વિજ્ઞાન ૧૦૦% દરેક વસ્તુઓમાં કારગર નથી હોતું. એ સમજવું ખુબ જ મહત્વનું છે.
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિષે અમુક ખોટી માન્યતાઓ સમાજમાં ઘણા સમયથી ચાલતી આવી છે. આવી ખોટી માન્યતાઓ જલ્દીથી જલ્દી દૂર થઇ અને સમાજને સાચા આયુર્વેદનો ખ્યાલ આવે એ હેતુથી અજાણી વાત રાખવાનો છે. જેમાંથી અમુક ખોટી માન્યતાઓ વિચે આપણે જોઇશુ.
૧) પહેલી અને સુધી મોટી ખોટી માન્યતા :- આયુર્વેદની અસર બહુ ધીમી હોઈ છે.
જવાબ:- મિત્રો. આયુર્વેદ ડૉક્ટર પાસે જેટલા પણ દર્દી આવતા હોઈ છે એ બધી જગ્યાએ દવાઓ કરાવીને છેલ્લે જ આવતા હોઈ છે. આવા સંજોગોમાં પરિણામ મળતા સમય લાગે એ સ્વાભાવિક છે. પરંતુ જો કોઈ દર્દી પોતાને થતી શારીરિક તકલીફ સૌ પ્રથમ આયુર્વેદમાં બતાવે તો તે દર્દીને એટલું જ ઝડપી પરિણામ મેળવી સકાય છે જે બીજી ચિકિત્સા પદ્ધતિ માંથી મળે છે. અમુક પ્રકારના રોગો એવા હોઈ છે જેમાં તમારે life time દવાઓ લેવી પડતી હોઈ છે જેનાથી તમે જાણકાર જ છો એવા રોગોમાં આયુર્વેદ અપનાવીએ તો તેમાંથી ચોક્કસ પણે છુટકારો મેળવી શકાય છે અને દવાઓથી થતી આડઅસરથી પણ બચી શકાય છે. (નોંધ :- Emegerngy માં આયુર્વેદનો એટલો બધો ફાળો નથી પરંતુ જેટલા પણ chronic diseases છે તેમાં આયુર્વેદ ઉત્તમ પરિણામ આપે છે.)
૨) બીજી સૌથી મોટી ખોટી માન્યતા :- આયુર્વેદ દવાઓ લેતી વખતે પરેજી વધુ પાળવી પડતી હોઈ છે.
જવાબ:- મિત્રો… આ વાત સાચી છે પરંતુ એટલી બધી સાચી પણ નથી કે એનાથી ગભરાવની જરૂર હોઈ. મારા ૧૦ વર્ષના આયુર્વેદ પ્રેકટીસમાં એવા ઘણા દર્દી જોયા છે જે માત્ર પરેજીના ડર ના કારણે આયુર્વેદ નથી અપનાવતા. આયુર્વેદનો એક સિદ્ધાંત છે “નિદાન પરિવર્જનમ”. એટલે કે જેના કારણે રોગ ઉત્ત્પન થાય છે તેવા કારણો કે આહાર – વિહારનો ત્યાગ કરવો. અને તેના કારણે જ આપણે રોગને જડમુળ માંથી નાબૂદ કરી શકીએ છીએ. અને આમ પણ દરેક ચિકિત્સા પદ્ધતિમાં ડૉક્ટર દર્દીને વત્તા ઓછા પ્રમાણમાં ખાવા-પીવામાં શુ ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન અપાતા જ હોય છે તો પછી આયુર્વેદમાં કેમ નઈ. અને આયુર્વેદમાં અમુક પ્રકારની પરેજી જો દર્દી રાખે તો એને દાવાઓ લેવાની પણ જરૂર પડતી નથી. તેથી આયુર્વેદમાં પરેજીનું અમુક ચોક્કસ મહત્વ છે.
૩) ત્રીજી અને સૌથી મોટી ખોટી માન્યતા :- આયુર્વેદ દવાઓની કોઈ આડઅસર નથી હોતી.
જવાબ :- મિત્રો…. સૌથી પેલા મારે એ વાત તરફ તમારું ધ્યાન દોરવું છે કે જે વસ્તુની અસર હોય છે તે વસ્તુની આડઅસર પણ જરૂરથી હોય છે. આયુર્વેદમાં એન્ટિબાયોટિક ગણાતી રસ -ઔષધિઓ તથા વિષ -ઔષધિઓને તેમની માત્રા, અનુપાન, કાલ, ઉમર કે અમુક પ્રકારની ખાસ શારીરિક પરિસ્થતિને ધ્યાનમાં લઈને આપવામાં આવતી હોય છે પરંતુ જો તેને કોઈ પણ પ્રકારના વૈદ્યના માર્ગદર્શન વગર લેવામાં આવે તો ચોક્કસ પણે આડઅસર કરે છે.
ડો.પ્રવીણ ખરાડી એમ.ડી. (આયુર્વેદ) Mo.9978136650