રાષ્ટ્રીય

ભાજપને મળી શકે છે પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ!

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે સસ્પેન્સ યથાવત છે, પરંતુ સૂત્રોના મતે, પાર્ટી ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ભાજપને પહેલીવાર મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે, તેવી પ્રબળ સંભાવના છે. જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો, અને હવે ગણતરીના દિવસોમાં નવા પ્રમુખની જાહેરાત થઈ શકે છે.

મહિલા મતદારોને આકર્ષવામાં ભાજપની તાજેતરની સફળતાને કારણે આ નિર્ણય લેવાઈ રહ્યો છે. સૂત્રો અનુસાર, ત્રણ અગ્રણી મહિલા નેતાઓના નામ ચર્ચામાં છે: નિર્મલા સીતારમણ, જેમને સૌથી આગળ માનવામાં આવે છે; આંધ્રપ્રદેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા ડી. પુરંદેશ્વરી; અને તમિલનાડુના જાણીતા વકીલ અને ધારાસભ્ય વનથી શ્રીનિવાસન. આમાંથી કોઈ એકની પસંદગી દક્ષિણ ભારતમાં ભાજપની પકડ મજબૂત કરવા ઉપરાંત મહિલા સશક્તિકરણના સંકલ્પને પણ વેગ આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *