IND vs AUS 3rd ODI: ભારતે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ટીમ ઈન્ડિયાએ ત્રીજી વન-ડેમાં ટોસ જીતી અને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. ભારતની તરફથી યોર્કરમેન ટી નટરાજને ડેબ્યુ કર્યું છે. તેને મોહમ્મદ શમીની જગ્યાએ લેવામાં આવ્યો છે. ટી નટરાજને આઈપીએલ-2020માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઓસ્ટ્રેલિયા તરફથી 21 વર્ષના હરફનમૌલા કૈમરન ગ્રીને વન-ડે ડેબ્યૂ કર્યું છે. ગ્રીને શેફિલ્ડ શીલ્ડ દરમિયાન બેટિંગ અને બોલિંગ બંનેમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું. ટીમ ઈન્ડિયા બુધવારે કેનબરામાં ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ સીરિઝની ત્રીજી અને છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઉતરશે. વિરાટ બ્રિગેડની સામે પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પડકાર છે. ભારતીય ટીમ ક્રમશઃ 66 અને 51 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. અને તે સીરિઝમાં 0-2થી પાછળ છે.
ઓસ્ટ્રેલિયન ટીમ જો 3-0થી જીત હાંસલ કરવામાં સફળ થાય ચે તો સતત બીજી સીરિઝમાં ભારતના સુંપડા સાફ થઈ જશે. આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝિલેન્ડે પણ આ જ અંતરથી હરાવ્યા હતા. પહેલી બંને મેચમાં ખુબ જ રન બન્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયા દબદબો બનાવતા વિરાટ કોહલીની ટીમની વિરૂદ્ધ આસાન જીત મેળવી હતી અને ટીમ ભાર જો મનુકા ઓવલમાં જીત દાખલ કરે છે તો ટી-20 પહેલા તેનો આત્મવિશ્વાસ વધશે.
ભારત – પ્લેઈંગ XI:
શિખર ધવન, શુભમન ગિલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, કે.એલ.રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા,રવિન્દ્ર જાડેજા,શાર્દુલ ઠાકુર,કુલદીપ યાદવ,જસપ્રીત બુમરાહ,ટી.નટરાજન,
ઓસ્ટ્રેલિયા – પ્લેઈંગ XI:
એરોન ફિંચ (કેપ્ટન), માર્નસ લબશેન, સ્વીન સ્મિથ, કૈમરન ગ્રીન,મોઈનેસ હેનરિક્સ, એલેક્સ કેરી(વિકેટકીપર), ગ્લેન મૈક્સવેલ, એશ્ટન એગર, સીન એબોટ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ.