ગાંધીનગરગુજરાત

સર્વે કરાતા ગુજરાત સરકાર પણ ચોંકી ઊઠી, ચેકપોસ્ટ કોમ્પ્યુટરાઇઝ્ડ થતાં આવક 41% વધી

ગાંધીનગર:વાહન વ્યવહાર વિભાગમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો જ્યાંથી ઉઠતી હતી તેવી શામળાજી ચેકપોસ્ટને કોમ્પ્યુટરાઇઝ્ડ કરાયા બાદ 20 દિવસમાં રાજ્ય સરકારને આવકમાં 41 ટકાનો વધારો થયો છે. ચેકપોસ્ટ પર નોંધાયેલા કેસોની સંખ્યા પણ બમણી થઇ ગઇ છે. આંકડા જોઇને ખુદ રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી છે અને તબક્કાવાર અન્ય ચેકપોસ્ટને પણ કોમ્પ્યુટરાઇઝ્ડ કરવાના આદેશો કરાયા છે.
સરકારને આવકમાં નોંધપાત્ર વધારો થયો
ગત ડિસેમ્બર મહિનામાં મુખ્યમંત્રી રૂપાણીએ દેશની પ્રથમ કોમ્પ્યુટરાઇઝ્ડ ચેકપોસ્ટનું શામળાજી ખાતે ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટના અમલીકરણ કરાયા પછી તેની સફળતા ચકાસવા માટે ઉદઘાટનની આગળના 20 દિવસ અને તે પછીના 20 દિવસના વાહનોની સંખ્યા અને વસૂલાયેલા દંડની રકમના આંકડા મંગાવીને એનાલિસીસ કરાયું હતું. જેમાં સરકારને આવકમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.
કોમ્પ્યુટરાઇઝેશનનો પ્રોજેક્ટ હાથ ધરાશે

સૂત્રો મુજબ કોમ્પ્યુટરાઇઝેશન પહેલા તા. 10 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધીમાં ચેકપોસ્ટ પર કુલ 3814 કેસો થયા હતા અને 91.38 લાખની દંડ, ટેક્સની વસૂલાત થઇ હતી. જ્યારે કોમ્પ્યુટરાઇઝેશન પછીનો સમય તા. 30 ડિસેમ્બરથી 18 જાન્યુઆરીના સમયગાળામાં નોંધાયેલા કેસની સંખ્યા બમણા જેટલી એટલે કે 6676 જેટલી થઇ હતી અને આવક 1.28 કરોડ જેટલી થઇ હતી. રાજ્યમાં આરટીઓની કુલ 17 જેટલી ચેકપોસ્ટ છે. શામળાજી બાદ હવે ભીલાડ અને સામખીયાળી ખાતે પણ કોમ્પ્યુટરાઇઝેશનનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x