ગાંધીનગર

પાટનગરના સેક્ટર-22માં વૃક્ષો કાપવાના વિરોધમાં વસાહત મહામંડળની ઉગ્ર આંદોલનની ચીમકી

ગાંધીનગર :

શહેરના સેક્ટર-22માં રીંગરોડને પહોળો કરવા માટે વૃક્ષો કાપવાના વિરોધમાં સ્થાનિક લોકોના વિરોધમાં વસાહત મહામંડળ મેદાનમાં ઉતર્યું છે. વૃક્ષો કાપવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વૃક્ષોને બચાવીને રોડ પહોળા કરવાની પણ માંગણી વસાહત મહામંડળે કરી છે. પાટનગરને સ્માર્ટ સીટી બનાવવા માટે સેક્ટરોના આંતરિક રીંગરોડને ફોરલેન બનાવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરી છે. આથી રીંગરોડની બન્ને સાઇડ આવેલા વૃક્ષોનું કટીંગ કરવામાં આવનાર છે. જ્યારે વૃક્ષોને કાપવાની વાતને પગલે સ્થાનિક રહીશોમાં રોષ ઉઠ્યો છે. સેક્ટરોના રોડની પાસેના ઘટાદાર વૃક્ષોને કાપીને વિકાસ કરવાને બદલે તેને રાખીને રોડ પહોળો કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક રહિશોમાં તેમજ પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠી છે.

ત્યારે જેમાં નગરના સેક્ટર-22ના રીંગરોડને પહોળો કરવા માટે વૃક્ષા નહી કાપવાની માંગણી સાથે સ્થાનિક રહિશો અને પર્યાવરણ પ્રેમીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ઉપરાંત રોડ પહોળા કરવા હોય તો વૃક્ષોની સલામતી જાળવીને કરવાની પણ માંગણી સેક્ટરવાસીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ કરી છે.વૃક્ષો કાપવાના મુદ્દે સેક્ટરવાસીઓની લડતને ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે ટેકો આપ્યો છે. ઉપરાંત સેક્ટર-22 જ નહી પરંતુ નગરના એકપણ સેક્ટરોમાં રોડ પહોળો કરવા માટે વૃક્ષો ન કાપવાની માંગણી કરી છે.

પર્યાવરણના ભોગે વિકાસ કરવો ભાવિ પેઢી માટે જોખમી બની રહેશે. આથી વિકાસ થાય અને પર્યાવરણ પણ જળવાય તે રીતે વિકાસ કરવાની માંગણી પણ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું છે. જો રોડ પહોળો કરવામાં સેક્ટરોના વૃક્ષો કાપવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે તંત્રમાં પણ દોડધામ મચી છે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x