અમદાવાદથી યુકે જવાનું મોંઘું થયું, જાણો ભાડામાં કેટલો વધારો થયો
અમદાવાદથી યુકે જવાનુ મોઘુ બની ગયુ છે. કોરોના પહેલાના સમયગાળામાં અમદાવાદથી યુકે જવાનુ વન-વે એરફેર ૨૫ હજારથી ૩૦ હજાર હતુ જે અત્યારે જાન્યુઆરીમાં વધીને ૧ લાખ ૧૨ હજાર જેટલુ થઇ ગયુ છે.
એર ઇન્ડિયા, બ્રિટીશ એરવેઝ અને યુનાઇટેડ એરલાઇન્સ દિલ્હીથી યુકે જવાની કનેક્ટીવીટી આપે છે. જો કે, યુકેમાં પેસેન્જર એન્ટ્રી લિમિટેડ કરી દેવાતા ત્રણેય એરલાઇન્સની અઠવાડિયામાં એક ફ્લાઇટ ઓપરેટ થતી હોવાથી એરફેર એકાએક વધારી દેવાયા છે. ખાસ કરીને યુકેમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને વધારે રૂપિયા ચૂકવવા પડી રહયા છે.
અમદાવાદથી યુએસ જતા પેસેન્જરો કોરોના પહેલા અમદાવાદથી જતા હતા ત્યારે પેસેન્જરો ૪૦ હજારથી ૫૦ હજારનુ ઇકોનોમિ ક્લાસના એરફેર ચુકવતા હતા જે હવે વધીને ૯૦ હજાર થી ૧ લાખ સુધી પહોચી ગયુ છે. આમ ૫૦ હજાર સુધીનો દેખીતો વધારો કહી શકાય.
૧૫ ફેબ્રુઆરી પહેલા એરલાઇન્ડિયામાં યુએસનુ વન-વે ૯૦ હજાર,અમદાવાદથી ડોમેસ્ટીક ફ્લાઇટમાં ૧૦ હજાર ખર્ચીને દિલ્હી પહોચ્યા બાદ દિલ્હીમાં યુનાઇટેડ એરલાઇન્સની કનેક્ટીવીટી મળે છે જેનુ ભાડુ ૮૦ હજાર થાય છે આમ પેસેન્જરને ૯૦ હજાર ચૂકવવા પડે છે. વિસ્તારા એરલાઇન્સ સૌથી વધુ યુકેનો ચાર્જ વસુલી રહી છે.
અમદાવાદથી વિસ્તારમાં દિલ્હી અને દિલ્હીથી વિસ્તારાની યુકેની નવી શરૂ થયેલી ફ્લાઇટનો ચાર્જ એટલે ભાડુ ૧ લાખ ૧૫ હજાર વસુલવામા આવે છે. વિસ્તારા એરલાઇન્સ અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી કનકેટીવ ફ્લાઇટ બ્રિટીશ એરઔલાઇન્સમાં યુકે જવાનુ હોય તો ૯૦ હજારનુ ભાડુ આપવુ પડે અને અમદાવાદથી દિલ્હીનુ ડોમેસ્ટીક ભાડુ ૧૦ હજાર એટલે પેસેન્જરે ૧ લાખ ચૂકવવા પડે છે.