Uncategorized

ચેન્નાઈમાં 22 વર્ષ પછી ભારતની હાર, ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત

ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે 420 રનનો પીછો કરતાં 192 રનમાં ઓલઆઉટ થયું છે. ટીમ ઇન્ડિયા 22 વર્ષે ચેન્નાઈમાં ટેસ્ટ હાર્યું છે. અહીંયા ભારત છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને હાર્યું હતું. તે પછી ટીમ ઇન્ડિયાએ અહીં 8 ટેસ્ટ રમી હતી, જેમાંથી 5 જીતી હતી અને 3 ડ્રો રહી હતી. આ ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત છે. આ પહેલા તેમણે 2006માં મુંબઈ ટેસ્ટ 212 રને જીતી હતી.

ઇંગ્લેન્ડ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું છે અને તેમણે 4 ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઇન્ડિયા માટે રનચેઝમાં કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 24મી ફિફટી ફટકારતાં 72 રન અને શુભમન ગિલે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં 50 રન કર્યા, તે સિવાય અન્ય કોઈ બેટ્સમેન પિચ પર ટકી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ માટે જેક લીચે 4, જેમ્સ એન્ડરસને 3 જ્યારે બેન સ્ટોક્સ, જોફરા આર્ચર અને ડોમ બેસે 1 વિકેટ લીધી. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો…

ઇંગ્લેન્ડ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું
ઇંગ્લેન્ડની ટીમે 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીતી છે. તેમણે છેલ્લે ભારતને ડિસેમ્બર 2012માં ઈડન ગાર્ડન્સ ખાતે માત આપી હતી. તે પછી ભારતમાં બંને દેશ વચ્ચે 6 ટેસ્ટ રમાઈ હતી, જેમાંથી 4 ભારત જીત્યું અને 2 ટેસ્ટ ડ્રો રહી.

ચેન્નાઈમાં પણ ઇંગ્લેન્ડની સૌથી મોટી જીત
ઇંગ્લેન્ડની રનના માર્જિનથી આ સૌથી મોટી જીત છે. આ પહેલાં તેમણે 1934માં ભારતને 202 રને હરાવ્યું હતું. તેમણે 1977માં ભારતને 200 રને હરાવ્યું હતું. ઓવરઓલ ભારતની ઘરઆંગણે રનના માર્જિનથી સૌથી મોટી હાર 2004માં નાગપુર ટેસ્ટ ખાતે થઈ હતી. ત્યારે કાંગારું 342 રને જીત્યું હતું.

ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટન

  • 26 જીત: જો રૂટ*
  • 26 જીત: માઈકલ વોન
  • 24 જીત: એલિસ્ટર કુક
  • 24 જીત: એન્ડ્રુ સ્ટ્રોસ

કોહલીની ટેસ્ટમાં 24મી ફિફટી
વિરાટ કોહલીએ સારી બેટિંગ કરતાં 104 બોલમાં 9 ફોરની મદદથી 72 રન કર્યા હતા. આ તેની ટેસ્ટમાં 24મી ફિફટી હતી. બેન સ્ટોક્સના ગુડ લેન્થ પર પિચ થયેલા બોલને કોહલી ડિફેન્ડ કરવા ગયો પરંતુ બોલ બહુ લો રહ્યો (ઓછો ઉછળ્યો) અને કોહલીના બેટ નીચેથી જતો રહ્યો. ઇન્ડિયન કેપ્ટન કઈ કરી શકે તેમ નહોતો. અનપ્લેએબલ ડિલિવરી. તે પહેલાં રવિચંદ્રન અશ્વિન 9 રને જેક લીચની બોલિંગમાં કટ કરવા જતાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x