ગુજરાત

ભાજપ વિકાસનીતિ ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડવાની ઇચ્છા : વિજય રૂપાણી

કેન્દ્ર અને રાજ્યના સ્તરે થયેલા વિકાસના ગામડાંના સ્તર સુધી લઈ જવા માટે ગામડાં અને નાના નગરોમાં પણ ભાજપની જ સરકાર હોય તે અનિવાર્ય છે. ગુજરાતના શહેરોનો વિકાસ ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડવાની ભાજપની નેમ છે.

મુખ્યમમંત્રીે વિજય રૂપાણીએ પ્રસ્તુત જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ભાજપ આજે વિકાસનો પર્યાય બન્યો છે. વિકાસ સિવાય કોઈપણ અન્ય બાબત ભાજપને અપીલ કરતી નથી. ગુજરાતમાં સ્માર્ટ સિટીને નિર્માણ કરવા ભાજપ મક્કમ છે.

ગુજરાતની જનતા અને સંખ્યાબંધ કાર્યકર્તાઓના પ્રેમને કારણે મારી તબિયત સુધરી રહી છેે. ચૂંટણી એક લોકશાહીના પર્વ માટેનો એક મહત્વનો ઉત્સવ છે તેથી તમે સહુ ભારે મતદાન ભાજવી તરફેણમાં કરશે તોવી મને આશા છે. ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો રાખીને 25 વર્ષથી ભાજપ સાથે અડીખમ ઊબું છે. આ વખતે પણ ભાજપને પડખે ગુજરાતની જનતા ઊભી રહેશે.

ભાજપ માટે સત્તાએ સેવા માટેનું સાધન છે. જનતાની ઇચ્છાની પરિપૂર્તિ એ અમારી જવાબદારી છે. ભાજપના પ્રધાનમંત્રીએ વિકાસની રાજનીતિ આ દેશમાં ચાલુ કરી હતી. આજે ભાજપ વિકાસનો પર્યાય બની ગયો છે.  કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી ગુજરાત જે માગે તે મળી રહ્યું છે. ભાજપ સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x