કોર્પોરેશનની વસ્તી 3.24 લાખ ઉપર પહોંચી, વોર્ડની સરેરાશ વસ્તી 29,499 થાય છે અને તેમાં મહત્તમ 10% સુધીની વધઘટ રખાઈ, પંચદેવ, મહાત્મા મંદિર જેવાં નામો અપાયાં
ગાંધીનગર મહાનગર પાલિકાનું હદ વિસ્તરણ બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક સીમાંકન જાહેર કરાયું છે. જેમાં 10 દિવસ નાગરિકો અને રાજકીયપક્ષો પાસેથી વાંધા સુચના મંગાવાયા છે. વાંધા સુચનનો નિકાલ અને રાજકીય પક્ષો સાથે બેઠક કર્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ આખરી સીમાંકનના આદેશ કરશે. જાહેર થયેલા સિમાંકનમાં વોર્ડને પંચદેવ, મહાત્મા મંદિર, સેક્ટર અને ગામના નામ અપાયા છે.
નવા સિમાંકન મુજબ ગાંધીનગર કોર્પોરેશનની વસ્તીનો આંકડો 3,24,486 પહોંચ્યો છે. વોર્ડની સરેરાશ વસ્તી 29,499 થાય છે અને તેમા મહત્તમ 10 ટકા સુધીની વધઘટ રાખવામાં આવી છે. ગાંધીનગર કોર્પોરેશનના હદ વિસ્તરણ બાદ મનપામાં 18 ગામડાં અને એક પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યા છે. જે બાદ ગાંધીનગર મહાનગરપાલિકામાં 3 વોર્ડ અને 12 કાઉન્સિલરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
નવા સીમાકંન મુજબ મહાનગરપાલિકામાં કાઉન્સિલરોની સંખ્યા 32થી વધીને 44 થશે. હાલ ગાંધીનગર મહાનગરપાલિકામાં 8 વોર્ડ અને 32 કાઉન્સિલરો છે, પરંતુ નવા સીમાંકન બાદ પાલિકામાં 11 વોર્ડ થયા છે અને 44 કાઉન્સિલરો થશે. 44 કાઉન્સિલરોમાં 22 બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે. 5 બેઠકો SC માટે રિઝર્વ રાખવામાં આવી છે, જેમાંથી ત્રણ મહિલાઓ માટે હશે. ST માટે 1 બેઠક અનામત રખાઈ છે. જ્યારે 4 બેઠકો OBC માટે અનામત રખાઈ છે જેમાંથી બે બેઠકો મહિલાઓ માટે રિઝર્વ્ડ રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ સિમાંકનની છેલ્લ કેટલાક સમયથી રાજકીય પક્ષો રાહ જોઈને બેઠા હતા. ત્યારે હવે વોર્ડ સીમાંકન જાહેર થયા રાજકીય પક્ષો અને નેતાઓ પોતાના હારજીતનું ગણીત ચાલુ કરવામાં આવશે.
નવા જાહેર થયેલા વોર્ડ
- વોર્ડ-1: સેક્ટર-25, 26, રાંધેજા
- વોર્ડ-2: પેથાપુર,જીઈબી કોલોની, આદિવાડા,ચરેડી
- વોર્ડ-3: સેક્ટર-24,27, 28,
- વોર્ડ-4: પાલજ, ધોળકુવા, ઈન્દ્રોડા, સે-20નો કેટલોક ભાગ, બોરીજ
- વોર્ડ-5: સેક્ટર-9,10, 18, 19, 21, 22, 23, 30
- વોર્ડ-6: સેક્ટર-11,12,13, 14, 15, 16, 17, વાવોલ (કુબેરનગર અને તળાવ આસપાસનો વિસ્તાર), ગોકુલપુરા
- વોર્ડ-7: વાવોલ ગામ અને ટીપી-26 વિસ્તાર, કોલવડા
- વોર્ડ-8: વાણસા હડમતીયા, સરગાસણ ટીપી-9, સેક્ટર-4, સેક્ટર-5, સરગાસણ ગામ, પોર, અંબાપુર
- વોર્ડ-9: કુડાસણ, સે-2, 3, 3 ન્યૂ, ટીપી-4 અને ટીપી-6નો ધોળાકુવા
- વોર્ડ-10: સે-1, 6, 7, 8, રાંદેસણ, રાયસણ, કોબા, કુડાસણ ગામનો કેટલોક ભાગ અને ટીપી-5નો ધોળાકુવા, ઈન્દ્રોડાના વિસ્તારો
- વોર્ડ-11: ખોરજ, ભાટ, કોટેશ્વર, નભોઈ, અમિયાપુર, સુઘડ, ઝુંડાલ
જૂના જાહેર થયેલા વોર્ડ
- વોર્ડ-1: સેક્ટર-26, સેક્ટર-27, સેક્ટર-28, સે-28 જીઆઈડીસી, સે-26 જીઆઈડીસી, આદિવાળા
- વોર્ડ-2: સેક્ટર-29, બાસણ, બોરીજ, પાલજ, ઈન્દ્રોડા, જીઈબી
- વોર્ડ-3: સેક્ટર-19, સેક્ટર-20, સેક્ટર-21, સેક્ટર-22, સેક્ટર-30, સેક્ટર-21 કોમર્શિયલ વિસ્તાર
- વોર્ડ-4: સેક્ટર-23, સેક્ટર-24, સેક્ટર-25, જીઆઈડીસી સે-25, સેક્ટર-24 કોમર્શિયલ વિસ્તાર
- વોર્ડ-5: સેક્ટર-13, સેક્ટર-14, સેક્ટર-15, સેક્ટર-16, સેક્ટર-17, ગોકુલપુરા
- વોર્ડ-6: સેક્ટર-7, સેક્ટર-8, સેક્ટર-9, સેક્ટર-10, સેક્ટર-11, સેક્ટર-12, ધોળાકુવા
- વોર્ડ-7: સેક્ટર-3, સેક્ટર-5, સેક્ટર-6
- વોર્ડ-8: સે-1, સે-2, સે-3ન્યુ, સેક્ટર-4, ઈન્ફોસિટી
મહાનગરપાલિકાની વોર્ડવાઇઝ વસ્તી
વોર્ડ | અનુસૂચિત આદિજાતિ | અનુસૂચિત જાતિ | કુલ વસ્તી |
1 | 186 | 1674 | 23865 |
2 | 397 | 945 | 27705 |
3 | 1555 | 4565 | 27434 |
4 | 1273 | 4882 | 31773 |
5 | 1418 | 2749 | 31147 |
6 | 1526 | 6548 | 30939 |
7 | 610 | 2006 | 29954 |
8 | 1173 | 3159 | 30368 |
9 | 1134 | 5169 | 31629 |
10 | 1465 | 3873 | 30740 |
11 | 355 | 3392 | 28932 |