ગાંધીનગરગુજરાત

સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર મળી રહેશે

ગાંધીનગર :

સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર મળી રહેશે. સચિવાલય સંકુલના બ્લોક નંબર-૬ ના ત્રીજા માળે અમુલ કંપની લિમિટેડને કેન્ટીન માટે જગ્યા ફાળવવામાં આવતા અમુલ કંપનીએ આજથી કેન્ટીનની શરૂઆત કરી છે. મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે આજે આ અમુલ પાર્લરનું ઉદ્ઘાટન કર્યું હતું.

અમુલ પાર્લરના ઉદ્ઘાટન પ્રસંગે અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની અને માર્ગ-મકાન વિભાગના સચિવ શ્રી એસ.બી. વસાવા તથા અમુલ કંપની લિમિટેડના જનરલ મેનેજર, રીજીયોનલ મેનેજર તથા બ્રાન્ચ મેનેજર સહિત સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સચિવાલયના બ્લોક નંબર-૬ ના ત્રીજા માળે આવેલી આ અમુલ કેન્ટીનમાં અમુલની બધી જ બનાવટો, પિત્ઝા, સમોસા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને વૈવિધ્યસભર ગુજરાતી નાસ્તો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x