Uncategorized

લોકડાઉન ફરી લાગુ થશે તેવા ડરથી યુવકે કરી આત્મહત્યા

મુંબઈ :
કોરોનાકાળમાં આત્મહત્યાની ઘમી ઘટનાઓ બની હતી. હવે ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતા ફરી લોકડાઉન થશે તેવી અફવાએ જોર પકડતા અહમદનગરના રાહુરી શહેરના એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ યુવકે સોમવારે પતરાના ઘરના એન્ગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ સંદર્ભે સૂત્રોનુસાર વિષ્ણુ આબાસાહેબ ગાંગુર્ડે (૩૦) રાહરીના ગૌતમનગરમાં રહે છે. રાજ્યમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધવાના સમાચારો વચ્ચે ફરીથી લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. તેવામાં ગાંગુર્ડેની ચિંતામાં વધારો થયો હતો. ગાંગુર્ડેએ બચત ગટના માધ્યમથી લોન લીધી હોવાથી જો ફરીથી લોકડાઉન થશે તો લોનના હપ્તા કઈ રીતે ભરશે તેની ચિંતા તેને કોરી ખાતી હતી. તેની આર્થિક સ્થિતિ સારી નહોતી અને ઘર ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હતી. તેણે મિત્રો પાસેથી પણ ઘણા ઉછીના રૃપિયા લીધા હતા. બે ત્રણ-દિવસ પહેલા તેણે આ બાબતે તેના મિત્રો સમક્ષ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકોનો બહોળો પરિવાર હોવાથી તે સતત તાણ હેઠળ જીવતો હતો. પહેલેથી જ તાણ અનેચિંતામાં રહેતા ગાંગુર્ડેને ફરીથી લોકડાઉન લાગુ થશે તેવો ભય સતત સતાવી રહ્યો હતો અન તેની તાણ હેઠળ તેણે ગળાફાંસો ખાઈ લીધો હોવાની શંકા પોલીસે વર્તાવી હતી. આ ઘટના બાદ રાહુરી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુની નોંધ કરવામાં આવી હતી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x