મુખ્યમંત્રીએ આપ્યા સંકેત : કોઈ પણ સમયે આ રાજ્યમાં જાહેર થઈ શકે લૉકડાઉન
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના ચેપના 25,681 નવા કેસ નોંધાયા છે, જે ગુરુવારે નોંધાયેલા નવા કેસોની મહત્તમ સંખ્યા કરતાં થોડા ઓછા છે, છતાં પણ આંકડો ચિંતાજનક છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં જબરદસ્ત ઉછાળો યથાવત રહ્યો છે, જો કે ગઇકાલના કેસોના આંકડા કરતાં આજે કેસ થોડા આવ્યા હતા, તેમ છતાં પણ આજના કેસોના આંકડાએ 25 હજારના માર્કને વટાવી દીધો છે.
લોકડાઉન એક વિકલ્પ : ઉદ્ધવ ઠાકરે
આ આંકડાઓએ પ્રદેશની ઉદ્ધવ સરકારની ચિંતા વધારી દીધી છે, જો આ જ પરિસ્થિતિ રહી તો રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદન મુજબ ફરીથી વધુ એકવાર રાજ્યમાં લોકડાઉન લગાવવું પડી શકે છે. આજના કેસો પછી રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 24,22,021 થઈ ગઈ છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કહ્યું હતું કે, જો આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો રાજ્યમાં લોકડાઉન એક વિકલ્પ બની શકે છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 25,833 કોરોનાના કેસો નોંધાયા બાદ સીએમનું આ નિવેદન આવ્યું છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસો પર બોલતા ઠાકરેએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ગુરુવારે સૌથી વધારે કેસો નોંધાયા હતા જે ગત વર્ષના સપ્ટેમ્બરમાં આટલા કેસો થયા હતા. આ જ સમયે મુંબઇમાં પણ કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો, આજે મુંબઇમાં 3042 કેસ નોંધાયા હતા.
રાજ્યના લોકો પર વિશ્વાસ છે તેઓ કોવિડ-19 ના નિયમોનું પાલન કરશે
તેમણે કહ્યું કે મને હવે એકમાત્ર રસ્તો લોકડાઉન લાગી રહ્યો છે. પરંતુ મને રાજ્યના લોકો પર વિશ્વાસ છે તેઓ કોવિડ-19 ના નિયમોનું પાલન કરશે. પહેલાની તુલનાએ આ વખતે સારી વાત એ છે કે આ વખતે આપણી પાસે કોરોનાની રસી છે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી જારી નવા દિશા-નિર્દેશો અનુસાર હવેથી ખાનગી ઓફિસો ફક્ત 50 ટકા સ્ટાફ જ બોલાવી શકશે. તે ઉપરાંત રાજ્યમાં તમામ ડ્રામા થિએટર અને ઓડિટોરીયમમાં પણ 50 ટકા ક્ષમતાથી કામ ચલાવવું પડશે. સરકારરી કાર્યાલયોમાં કર્મચારીઓની હાજરી માટે કાર્યાલય હેડ નિર્દેશ જારી કરી શકે છે.
નવા નિયમ અનુસાર કોઈ પણ સરકારી અથવા ખાનગી ઓફિસમાં માસ્ક પહેર્યાં વગર કોઈને પણ દાખલ થવાની મંજૂરી નહીં હોય. કાર્યાલયમાં દાખલ થનાર તમામ લોકોનું તાપમાન લેવામાં આવશે અને દરેક કાર્યાલયમાં જરુરી સ્થળોએ સેનેટાઈઝર પણ રાખવામાં આવશે. આ તમામ દિશાનિર્દેશો 31 માર્ચ સુધી લાગુ પડશે.