દેશમાં 62,276 નવા કેસ નોંધાયા; એકલા મહારાષ્ટ્રમાં જ 37,000 કેસ
દેશમાં કોરોનાના કેસના આંકડાઓ ભયજનક દિશા તરફ આગળ વધી રહ્યા છે. શુક્રવારે, 62,276 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 30,341 સાજા થયા અને 292 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. અહીં એક જ દિવસમાં 36,902 કેસ નોંધાયા છે. આ આંકડો 11 સપ્ટેમ્બરે આવેલી પ્રથમ પીક કરતાં દોઢ ગણા વધુ છે. ત્યારે અહીં 24,886 કેસ નોંધાયા હતા.
દેશમાં અત્યાર સુધીમાં 1.19 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા ઠગાઇ ચૂક્યા છે. 1,61,275 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 4.49 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.
કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર સરકારે 28 માર્ચથી સમગ્ર રાજયમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન તમામ મોલ રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે.