જાણો હોલિકા પૂજન અને દહન કયા મુહૂર્તમાં થઇ શકશે.
ગાંધીનગર :
આજે ફાગણ મહીનાના શુક્લ પક્ષની પૂર્ણિમા છે. આજના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. માન્યતા છે કે હોલિકાની અગ્નિમાં તમામ ખરાબીઓન સળગાવી દેવામાં આવે છે. હોલિકા દહન સાથે હોળાષ્ટક પણ સમાપ્ત થઇ જાય છે. આ દિવસે લોકો સુખ-સમૃધ્ધિ અને પરિવારની ઉન્નતિની પ્રાર્થના કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પોતાના ભાઇ હિરણ્યકશ્યપની વાતોમાં હોળિકાએ પ્રહલાદને ચિતામાં સળગાવવાની કોશિશ કરી હતી. પરંતુ પ્રહલાદ સિવાય હોળિકા જ એ ચિતામાં બળીને ભસ્મ થઇ ગઇ હતી. ત્યારથી હોળિકા દહનની પરંપરા ચાલી આવે છે.
આ દિવસને ખરાબ શક્તિ સામે સારી શક્તિની જીત તરીકે મનાવવામાં આવે છે. હોલિકા દહન 28 માર્ચ રવિવારે છે. પૂર્ણિમા તિથિ સવારે 3 વાગ્યે શરુ થશે અને 28 માર્ચે રાત્રે 12 વાગેને 18 મિનિટ પર સમાપ્ત થશે.
હોલિકા પૂજનનો સમય
28 માર્ચ, રવિવાર સવારે 9 વાગે અને 20 મિનિટથી 10 વાગે 53 મિનિટ સુધી ચોઘડિયુ રહેશે
ત્યારબાદ 12 વાગે 26 મિનિટ સુધી અમૃતકાળ રહેશે.
ફરી 1 વાગે 58 મિનિટથી 3 વાગે 31 મિનિટ સુધી શુભ ચોઘડિયુ રહેશે જેમાં હોલિકા પૂજન કરી શકાય છે.
હોલિકા દહન શુભ સમય
આ વખતે દુર્લભ અને શુભ સંયોગ બનાવી રહ્યા છે. જેના કારણે સાંજે 6 વાગેને 36 મિનિટથી 8 વાગેને 30 મિનિટ સુધી શુભ યોગ રહેશે. ફરી 8 વાગેને 3 મિનિટથી રાત્રે 9 વાગેને 30 મિનિટ સુધી અમૃતકાળનો શુભ સંયોગ રહેશે.એ દરમ્યાન હોલિકા દહન કરવું શાસ્ત્ર પ્રમાણે ઉચિત માનવામાં આવે છે.