ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ઘટયો, રાજયમાં કુલ ૪૪૯૨ મોત. જાણો આજે કેટલાં નોંધાયા કેસ.

ગાંધીનગર :

ગુજરાતમાં કોરોના બુલેટ ગતીએ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં સતત કેટલાક દિવસથી 2000 જેટલા કોરોના કેસ આવી રહ્યા છે. આજે વિતેલા 24 કલાકમાં સતત છઠ્ઠા દિવસે નવા 2270 કેસ નોધાયા છે. જે ગઇ કાલ કરતા માત્ર 6 કેસ ઓછા છે. આજે કોવિડ-19ના કારણે આજે વધુ 8 દર્દીના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ત્રણ લાખને નજીક પહોચી ગઈ છે.

દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થતાં ગુજરાતનો રિકવરી રેટ ઘટી ગયો છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 11,528 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી નાજુક સ્થિતિના કારણે 152 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 4492 નાગરીકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 1605 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 2,84,846 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જોકે ગુજરાતનો રિકવરી રેટ ઘટીને અત્યારે 94.68 ટકાએ આવી ગયો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 2270 કેસ સાથે વધુ 8 દર્દીના મોત નિપજ્યા છે. 2270 કોરોના કેસ પૈકી સુરતમાં 775 કેસ સાથે 3નાં મોત, અમદાવાદમાં 615 કેસ સાથે 2નાં મોત, વડોદરામાં 232 અને રાજકોટમાં 197 કેસ, ભાવનગરમાં 35 અને જામનગરમાં 39 કેસ, ગાંધીનગરમાં 41 અને જૂનાગઢમાં 11 કેસ, મહેસાણામાં 26, અમરેલીમાં 24, કચ્છમાં 23 કેસ, પાટણમાં 23, દાહોદ-ખેડામાં 22-22 કેસ, પંચમહાલમાં 19, આણંદ-નર્મદામાં 17-17 કેસ, ભરૂચમાં 16, વલસાડમાં 13, મોરબીમાં 12 કેસ, નવસારીમાં 12, મહિસાગર-સાબરકાંઠામાં 11-11, અરવલ્લી-સુરેન્દ્રનગરમાં 10-10, બનાસકાંઠામાં 8 કેસ, ગીર સોમનાથમાં 7, છોટા ઉદેપુર-દ્વારકામાં 5-5 કેસ, તાપીમાં 5, બોટાદમાં 3, ડાંગ-પોરબંદરમાં 2-2 કેસ નોંધાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x