કાશ્મિરમાં લોહીથી હોળી રમવાના આતંકીઓના ઈરાદા પર ભારતીય સૈના અને પોલીસે પાણી ફેરવ્યુ
જમ્મુ :
દેશમાં એક તરફ લોકો રંગોથી રંગોના તહેવાર હોળી મનાવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનના (pakistan) ઈશારે આતંકવાદીઓ દેશમાં લોહીથી હોળી રમવાનો ઈરાદે વિપૂલ માત્રામાં શસ્ત્રો ભારતમાં ધૂસાડ્યા છે. જમ્મુ કાશ્મિરના (jammu kashmir) સરહદી વિસ્તાર કુપવારામાંથી (kupwara) ભારતીય સૈન્ય અને જમ્મુ કાશ્મિર પોલીસના (jammu kashmir police) સંયુક્ત ઓપરેશનથી હથિયારો અને દારુગોળો હાથ લાગ્યો છે.
કાશ્મિરમાં (kashmir) લોહીથી હોળી રમવાના આતંકવાદીઓના ઈરાદા ઉપર ભારતીય સૈના અને પોલીસે પાણી ફેરવી નાખ્યુ છે. ઉતર કાશ્મિરના કુપવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી સૈન્ય અને પોલીસે હથિયારોનો જથ્થો જપ્ત કર્યા છે. કુપવાડામાં અંશાતી ફેલાવવા આતંકવાદીઓના મનસુબા ઉપર પોલીસે હથિયાર પકડીને પાણી ફેરવી નાખ્યુ છે. પોલીસે જપ્ત કરેલ હથિયારોમાં, પાંચ એકે 47 રાઈફલ, (AK 47 Rifle)સાત પિસ્તોલ, મોટી માત્રામાં કારતુસનો સમાવેશ થાય છે. હથિયારો પકડાયા અંગે કેટલાક શંકાસ્પદ લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
કુપવાડાના એસએસપી ડો. જી વી સુદિપ ચક્રવર્તીએ (g v sudip chakravarti) જણાવ્યુ કે, પોલીસને ગુપ્ત બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ધાની, તાડ ક્ષેત્રમાં સૈન્ય જવાનોની સાથે મળીને હથિયારો શોધવાનું અભિયાન હાથ ધર્યું હતું. જેના આધારે એક સ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારુગોળો મળી આવ્યા છે. શોધી કઢાયેલા હથિયારોમાં 6 મેગેજીન, 5 એકે 47 (AK 47 Rifle) રાઈફલ, 7 પિસ્તોલ, 9 મેગેજીન સાથે મોટી માત્રામાં દારુગોળો મળી આવ્યો છે. પોલીસે આ બાબતે કાશ્મિરના કુપવાડાના કરનાહ પોલીસ મથકે (karnah) પોલીસ ફરિયાદ નોધાવી છે. પોલીસ હવે એ બાબતની તપાસ કરી રહી છે કે, આ હથિયારો અને દારુગોળો ક્યા આતંકી સંગઠન લાવ્યુ હતું. આ હથિયારો સંતાડનારા તત્વોને શોધી કાઢવા માટે પોલીસે, કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે.