ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમા કોર્ટનો મોટો ચુકાદો, ૩ ઉચ્ચ અધિકારીઓને કર્યા મુક્ત
ગાંધીનગર :
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચર્ચામાં આવેલ 2004ના ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBIની કોર્ટો મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં ત્રણ આઇપીએસ અધિકારી નિવૃત ડીવાયએસપી તરુણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનુજ ચૌધરીને CBI કોર્ટે ડિસ્ચાર્જ કર્યાં છે.
સીબીઆઈ કોર્ટે જણાવ્યું હતું કે કાયદો અને મર્યાદામાં રહીને આ અધિકારીઓએ કામગીરી કરી હતી. ઇન્ટેલિજન્સના મળેલ ઇનપુટ મુજબ આ અધિકારીઓ ઇશરતને પકડવા જોડાયા હતા અને ઇશરત આતંકી નહોતી એ વાતને સ્વીકારી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટના સમયે તેમની ફરજ નિભાવી છે અને આ ત્રણેય અધિકારીઓને આ કેસ બાબતે મુક્ત કરવામાં આવ્યા છે.