ગાંધીનગરગુજરાત

હિરા બાને મળ્યા નરેન્દ્ર મોદી 15 મિનિટ માતા સાથે વિતાવી

ગાંધીનગરઃ
હાલ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, મોદી જ્યારે પણ ગુજરાત આવે છે, ત્યારે માતાની મુલાકાત લેવાનું ચુકતા નથી. આજે ભરૂચ ખાતે ઓપેલ કંપની અને બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ મોદી મોડી સાંજે અમદાવાદ આવ્યા હતા, એરપોર્ટ પર ટૂંકુ સંબોધન કર્યા બાદ પીએમ સીધા માતાના ઘરે ગયા હતા.
ગાંધીનગર ખાતે રહેતા હિરા બા સાથે તેમણે અંદાજે 15 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. ગાંધીનગર મહિલા દિવસના કાર્યક્રમ માટે આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યક્રમની વ્યસ્તતા વચ્ચેથી સમય કાઢીને પોતાની માતાને મળવા માટ ગયા હતા. હિરાબાને મળવાનો કાર્યક્રમ અગાઉ પ્રમાણે નક્કિ ન હતો પણ ગુજરાતની મુલાકાત દરમિયાન કાર્યક્રમો વચ્ચેથી સમય લઇને પોતાની માતાના આશિષ લેવા માટે મોદી પહોંચી ગયા હતા. પુરતી સુરક્ષા વચ્ચે તેમણે પોતાના ઘર સુધીનો પ્રવાસ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x