ગાંધીનગરગુજરાત

ગાંધીનગર ડેપોની 20 બસ પરપ્રાંતના મહેમાનો માટે 9મી સુધી તહેનાત

ગાંઘીનગરઃ 
ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાંથી આવેલી મહિલા સરપંચોને ગાંધીનગર જિલ્લાના 13 ગામની મુલાકાત માટે લઇ જવા ખાસ એસટી બસનો ઉપચયોગ કરાયો હતો. તે માટે ગાંધીનગર ડેપોની 20 બસ ફાળવાઇ હતી. તેની સાથે 35થી વધુ કર્મચારીઓને મહેમાનોની સરભરા કરવા રોકવામાં આવ્યા હતાં.  ગાંધીનગર એસ.ટી ડેપો પાસે પુરતુ મહેકમ ન હોવાના કારણે વ્યવસ્થા ગોઠવવા માટે અન્ય ડોપોમાંથી  ડ્રાયવર-કન્ડક્ટરને બોલાવવા પડ્યાં હતાં.
20 બસના ડ્રાયવર-કન્ડક્ટર સહિતના 35 જેટલા સ્ટાફને 9મી ફેબ્રુઆરી સુધી 24 કલાકની ડ્યૂટી સોંપવામાં આવી છે. તેના કારણે કેટલાક કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ભરતી કરવામાં આવતી ન હોવાના કારણે સળંગ નોકરીની ફરજ પાડવામાં આવતી હોવા બાબતે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. પર પ્રાંતમાંથી આવેલી 845 જેટલી મહિલા સરપંચોને ગાંધીનગર જિલ્લાના 13 ગામની મુલાકાત માટે લઇ જવાયા હતાં. તે માટે એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x