રાજ્યમાં લોકડાઉનના એંધાણ!.. જાણો કયા જિલ્લાઓમાં કોરોનાના કેસ વધતા આપી દીધું સ્વયભૂં લોકડાઉન
ગુજરાતમાં કોરોનાના કેસ વધાવાને કારણે લોકો આપોઆપ સ્વૈચ્છિક લોકડાઉન આપી રહ્યા છે.
જામનગરના મોટી બાણુગાર ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. સપ્તાહમાં 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાતથી 11 એપ્રિલ સુધી લોકડાઉન પાળવામાં આવશે. દૂધની ડેરી સવારે માત્ર 2 કલાક જ ખુલ્લી રહેશે. સંપૂર્ણ લોકડાઉનની રાતના 8 વાગ્યથી અમલવારી કરવામાં આવશે.
દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન અપાયું છે. આજથી 6 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે. સવારના 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રહેશે અને નિયમનો અનાદર કરનાર વેપારીને 1000નો દંડ કરવામાં આવશે.
મોરબીમાં અડધા દિવસના લોકડાઉન વિશે મળતી માહિતી પ્રમાણે સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી મોરબી શહેરની દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રહેશે. મોરબીના બીલીયા ગામમાં કોરોનાનું સંક્રમણ વધતા ગામમાં બહારથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સોમવારથી મોરબી શહેરની તમામ દુકાનો બે વાગ્યા બાદ બંધ રહેશે તેવો વેપારી એસોસીએશન દ્રારા નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2640 કેસ નોંધાયા છે અને2066 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,94,650 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 11 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.