આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

કોરોના કરતા પણ મોટો ભય! 2025 સુધીમાં 60 % લોકો નોકરીઓ ગુમાવશે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ વર્ષ 2025 સુધીમાં સમગ્ર વિશ્વમાં 10 માંથી 6 લોકો તેમની નોકરી ગુમાવશે. આનું કારણ મશીન અને માણસો કામ પર લાગતો સમય કારણભૂત જણાવાઈ રહ્યો છે. આ અહેવાલમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે પ્રથમ કોરોના અને કોરોના દરમિયાન મશીનોનો ઉપયોગ કેવી રીતે હાવી બન્યો છે. શિનુઆના જણાવ્યા અનુસાર, તેનો અહેવાલ 19 દેશોમાં પ્રાઈસ વોટર હાઉસ કૂપર કંપનીમાં કામ કરતા 32,000 કર્મચારીઓના સર્વે બાદ આવ્યા છે.
સર્વે મુજબ, વિશ્વભરના 40 ટકા કર્મચારીઓનું માનવું છે કે તેઓ આવતા 5 વર્ષમાં તેમની નોકરી ગુમાવશે, જ્યારે 56 ટકા લોકોનું માનવું છે કે તેઓ ભવિષ્યમાં પણ લાંબા ગાળાના રોજગારના વિકલ્પો મેળવી શકશે.
નોકરીઓને કેવી રીતે સુરક્ષિત કરવી
60 ટકાથી વધુ લોકોને તેમની નોકરીની સુરક્ષા માટે સરકારની જરૂર છે. વિશ્વવ્યાપી લોકડાઉનમાં 40 ટકા લોકોએ તેમની ડિજિટલ સ્કિલમાં સુધારો કર્યો છે જ્યારે 77 ટકા લોકો કંઈક નવું શીખવા અને પોતાને સુધારવા માટે તૈયાર છે.
મશીનોનો વધી રહેલો ઉપયોગ
લગભગ 80 ટકા લોકો તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ કરીને નવી તકનીક શીખવાની ખાતરી આપે છે. છેલ્લા વર્લ્ડ ઇકોનોમિક રિપોર્ટ મુજબ વધતી મશીનોની સંખ્યાઅને AIના કારણે 8.5 કરોડ નોકરીઓ જોખમમાં છે. હાલની પરિસ્થિતિમાં 9.7 કરોડ નોકરીઓનું ઉભી કરવાની વાત ઉઠી છે.
એક તરફ લોકોને તેમની નોકરીમાં છત્તની અને સૂચનાઓ આપવામાં આવી રહી છે ત્યારે ટેસ્લા સહિતની ઘણી કંપનીઓ નવા હાયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હકીકતમાં, ટેસ્લા વેપારમાં વધારો કરવા માટે જોર આપી રહી છે જ્યારે કંપનીએ યુએસએના ટેક્સાસ, ઓસ્ટિનમાં તેની ગીગાફેક્ટરીમાં જબરદસ્ત વેકેન્સી કાઢી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીએ આ ફેક્ટરી માટે 10,000 ખાલી જગ્યાઓ ઉભી કરી છે અને તેની વિશેષતા એ છે કે જેની પાસે કોલેજની ડિગ્રી નથી તે પણ અરજી કરી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x