ગાંધીનગર મહાનગરની ચૂંટણી થશે રદ્દ ? જાણો વધુ વિગતો.
ગાંધીનગર :
ગણતરીના દિવસોમાં જ જ્યા મહાનગરપાલિકાની (municipal corporation) ચૂંટણી યોજાવાની છે તે ગાંધીનગરમાં, કોરોનાના (Corona) દર્દીઓની સંખ્યા મોટી માત્રામા સામે આવી રહી છે. ગાંધીનગર (gandhinagar) શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર માટે લોકો ગાંધીનગરની સિવીલ હોસ્પિટલમાં ( civil hospital ) આવતા હોય છે. કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ થવા આવતા, સિવીલ હોસ્પિટલમાં કોવિડ19 (Covid 19) માટે કરાયેલી અલાયદી વ્યવસ્થા પણ નાની પડી રહી છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી કોરોનાની સારવાર મેળવવા માટે છેલ્લે બે દિવસમાં, 160 દર્દીઓને સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધપાત્ર માત્રામાં દર્દીઓ આવતા, બહુમાળી સિવીલ હોસ્પિટલના પાંચમા માળે, હવે દર્દીઓને દાખલ કરવાની હોસ્પિટલ સત્તાવાળાઓને ફરજ પડી રહી છે.
હાલ ગાંધીનગર સિવીલ હોસ્ટિપલમાં કુલ 280 જેટલા કોરોનાના દર્દીઓ સારવારઅર્થે દાખલ છે. ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ એવા કોરોનાના દર્દીઓમાંથી 150 દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. જેના કારણે તેઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. સિવીલ હોસ્પિટલમાં દાખલ અને ઓક્સિજનની જરૂર ધરાવનારા 150 દર્દીઓમાંથી અડધો અડધ દર્દીઓ એવા છે કે તેમને વેન્ટિલેટર્સ પર સારવાર આપવાની જરૂર ફરજ પરના તબીબોને લાગી છે. આવા દર્દીઓની સંખ્યા 70 છે કે જેઓ હાલ વેન્ટિલેટરની મદદથી શ્વાસોશ્વાસ લઈ રહ્યાં હોય.
ગુજરાતના પાટનગર ગાંધીનગરની સિવીલ હોસ્પિટલમાં કુલ 600 બેડની વ્યવસ્થા છે. જો કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. ત્યારે કેટલાક જાણકારોનુ કહેવુ છે કે, ચૂંટણીના સમયે જ ગાંધીનગરમાં કોરોનાના કેસ એકાએક વધી જશે. ગાંધીનગરમાં કોરોનાની સારવાર લઈ દર્દીઓની સંખ્યા અને વેન્ટિલેટર્સ ઉપરના દર્દીઓની સંખ્યાને ધ્યાને લઈને રાજ્ય ચૂંટણી પંચે ( State Election Commission ) કોઈની પાણ શેહ શરમમાં આવ્યા વિના તાકીદે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી સ્થગિત કરી દેવી જોઈએ.
ગાંધીનગરમાં કોરોનાના દર્દીઓની જે સંખ્યા સામે આવી છે તે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી માત્રામાં દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હોય તો કેટલાક પૈસે ટકે સુખી સંપન્ન લોકો ગાંધીનગરની વિવિધ કોવિડ હોસ્પિટલમાં પણ સારવાર લઈ રહ્યાં હશે. છેલ્લા બે દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં જે ઉછાળો આવ્યો છે તે ચોક્કસ ચિંતાજનક છે. અને તેને ધ્યાને લેલો રાજ્ય ચૂંટણીપંચ ઉપરાંત વિવિધ રાજકીય પક્ષોએ ( Political parties )પણ અવશ્ય ધ્યાને લેવો જોઈએ તેવો મત ગાંધીનગરની જનતામાં પ્રવર્તી રહ્યો છે.